2007માં માસ્ટર્સ ઇન જર્નાલિઝમ સ્ટડીઝનું ડિઝર્ટેશન 'બ્લોગ' પર કર્યું હોવા છતાં વિવિધ કારણોસર છ વર્ષ સુધી બ્લોગની એકપણ પોસ્ટ કરી શક્યો ન હતો. જોકે તમામ કારણોમાં સૌથી મોટું કારણ હતું વાચક. પત્રકારત્વ શરૂ કર્યું ત્યારથી કંઇ પણ લખતાં પહેલાં હંમેશા એક વિચાર મનમાં હોય છે કે કોઇ પણ ભોગે વાચકનો દ્રોહ ન કરવો. વાચક જ છે કે જે તમારા શબ્દોને ક્યારેય મરવા નથી દેતો. બ્લોગ શરૂ કરવાનું વિચારતો ત્યારે પણ આ વિચાર હંમેશા આગળ રહેતો. ન હતો ઇચ્છતો કે વાચકને છીછરું લખાણ, ઠાલા અનુવાદો, સંપાદનો કે જ્ઞાન આપીને છૂટી જવું. નક્કી કર્યું હતું કે, પૂરતું ભાથું હશે પછી જ બ્લોગનાં મંડાણ કરીશું. ભાથું - વિષય વૈવિધ્યનું હોય કે પછી અનુભવોનું, તે જેટલું સમૃદ્ધ હશે તેટલું જ ભવ્ય લખાણ હશે તેવું હું માનું છું. બસ, તે માન્યતાની હૂંફે આજથી બ્લોગનાં મંડાણ કરું છું. બને ત્યાં સુધી પોતાનાં વિશે લખવાનું ટાળવાનું નક્કી કર્યું છે. જોકે આ પ્રથમ પોસ્ટમાં થોડી છૂટ લઇ લઉં છું. બ્લોગનું નામ 'કંઇ પણ' રાખ્યું છે. બ્લોગ દ્વારા અઠવાડિયે એક વખત મળવાનો ક્રમ જળવાઇ રહે તેનો પ્રયત્ન રહેશે.
મમ્મીનો જન્મ 1960માં મહાસમુંદ થયો ત્યારે તે મધ્યપ્રદેશનું એક નાનું નગર હતું. તે સમયે ત્યાં માંડ 15 હજારની વસતિ હશે. છત્તીસગઢ રાજ્ય બન્યું ત્યારે મહાસમુંદ તેનો હિસ્સો બન્યું હતું. શરૂઆતમાં પાટનગર રાયપુરમાં રહ્યા બાદ તે હવે જિલ્લો બન્યું છે. તેની વસતિ વધીને 50 હજાર આસપાસ પહોંચી છે. જોકે છેલ્લા 50 વર્ષમાં અહીંયા ઘણા ફેરફારો થઇ ગયા છે. મહાસમુંદનો પેલો લેખ વાંચીને થયેલા સવાલોનાં મમ્મીએ આપેલા જવાબો અને તેમણે જણાવેલી કેટલીક વાતો જાણીને રોમાંચિત થઇ ગયો હતો. કેટલીક વાતો તો માનવામાં જ ન આવે તેવી હતી.
તે વખતનાં મહાસમુંદને યાદ કરતાં મમ્મી કહે છે કે, અજાણ્યા પ્રદેશમાં હોવાથી અમારા પર ખૂબ જ નિયંત્રણ રહેતું. સ્કૂલમાં રીસેસ પડે તો પણ ઘરમાં હાજરી પૂરાવવા આવવું પડતું. હોળીનાં પ્રસંગે તો બાપુજી ઘરને તાળું મારીને બધાને અંદર પૂરી દેતાં. કારણ કે, દારૂ પીને પુરુષો છાકટાં થયા હોય. જો કોઇ મહિલા હાથમાં લાગી જાય તો તેને કાદવમાં બરોબરની રગદોળતાં. તે દિવસે અમને છત પર પણ ઊભા રહેવાની મનાઇ હોય. ગામમાં અમને ક્યાંય ફરવા ન મળતું. માત્ર જ્યારે સુરતથી મારા ફઇબા આવે ત્યારે તે અમને શાક માર્કેટ, મંદિર બધે ફરવા લઇ જાય. હા, માતાપિતા ફિલ્મ જોવા સાથે લઇ જતાં. અમારું ઘર મુસ્લિમ બહુમતિ વિસ્તારમાં હતું. પડોશમાં પણ મુસ્લિમ રહેતાં. જોકે બાપુજીની કડકાઇને જોતાં અમે તે બપોરે ઊંઘી જતાં ત્યારે બાજુનાં ઘરનાં ઓટલે આંબલી ફોડવા જતાં. (જંગલો નજીકમાં હોવાથી આંબલી ફોડવા જેવો જંગલ આધારિત ગૃહઉદ્યોગ ગામમાં ચાલતો રહેતો.) બાપુજીની ઊંઘ ઉડે તે પહેલાં ઘેર પહોંચી જતાં. વૈષ્ણવોનું તીરથ ચંપારણ્ય પણ મહાસમુંદથી 50 કિમી જ થતું, તેમ છતાં અમે ક્યારેય ત્યાં ગયા ન હતાં. હું ચંપારણ્ય અમદાવાદ આવ્યા પછી 20 વર્ષે ગઇ હતી!
****
આજે કરું કાલે કરું.... તેમ કરતાં છેલ્લે 8 માર્ચે સવારે નક્કી કર્યું કે આજે તો બ્લોગ શરૂ થઇ જ જવો જોઇએ, હવે બહું થયું. પ્રથમ પોસ્ટ હોય ત્યારે તે ખાસ હોવી જોઇએ તે વિચારે બે-ત્રણ સબ્જેક્ટ નક્કી કર્યા. તે વિષયો ધમાકેદાર ન હતાં પરંતુ પ્રથમ પોસ્ટને છાજે તેવા તો હતાં જ. રાતે 10.30 વાગ્યે થાકીને ઘેર આવ્યા પછી મમ્મી પાસે બેઠો હતો. ફટાફટ જમીને ઉપર જઇને પ્રથમ પોસ્ટ લખવી તેવું નક્કી કરીને આવ્યો હતો. વાતો વાતોમાં મમ્મીએ કહ્યું કે તે જોયું આજનાં છાપામાં મહાસમુંદ વિશે આવ્યું છે. મેં પૂછ્યું શું આવ્યું છે. તો તેમણે કહ્યું કે, વિશ્વ મહિલા દિવસનો આ લેખ જો. તેમાં લખ્યું છે કે (છત્તીસગઢ રાજ્યનાં) મહાસમુંદ જિલ્લામાં તમામ મોટા હોદ્દા પર મહિલાઓ જ છે. આ સાંભળીને થાકેલા શરીરમાં અચાનક જ ચેતન આવ્યું. ફટાફટ લેખ વાંચી ગયો અને મમ્મી સાથે મહાસમુંદ વિશે વાતે વળગ્યો. બસ, પછી તો નક્કી થઇ ગયું કે બ્લોગની પ્રથમ પોસ્ટ તો મહાસમુંદ પર જ હશે. કારણ કે, મહાસમુંદમાં જ મારા મમ્મી પારસબેનનો જન્મ થયો હતો!
![]() |
| દિવ્ય ભાસ્કરમાં 8 માર્ચનાં રોજ આવેલો મહાસમુંદનો લેખ |
મમ્મીનો જન્મ 1960માં મહાસમુંદ થયો ત્યારે તે મધ્યપ્રદેશનું એક નાનું નગર હતું. તે સમયે ત્યાં માંડ 15 હજારની વસતિ હશે. છત્તીસગઢ રાજ્ય બન્યું ત્યારે મહાસમુંદ તેનો હિસ્સો બન્યું હતું. શરૂઆતમાં પાટનગર રાયપુરમાં રહ્યા બાદ તે હવે જિલ્લો બન્યું છે. તેની વસતિ વધીને 50 હજાર આસપાસ પહોંચી છે. જોકે છેલ્લા 50 વર્ષમાં અહીંયા ઘણા ફેરફારો થઇ ગયા છે. મહાસમુંદનો પેલો લેખ વાંચીને થયેલા સવાલોનાં મમ્મીએ આપેલા જવાબો અને તેમણે જણાવેલી કેટલીક વાતો જાણીને રોમાંચિત થઇ ગયો હતો. કેટલીક વાતો તો માનવામાં જ ન આવે તેવી હતી.
મારા નાના લક્ષ્મીચંદ રાધનપરા (સોની) રાજકોટ જિલ્લાનાં સરપદળ ગામમાં રહેતા. ગુજરાતનાં કેટલાય સોનીઓ જેમ કમાવાનાં હેતુસર માઇગ્રેટ થયા છે, તેમ નાના પણ છત્તીસગઢનાં એ નાનકડાં નગર મહાસમુંદમાં પહોંચ્યા હતાં. મહાસમુંદ આમ તો કોઇ બિઝનેસ માટે જાણીતું નહીં, પરંતુ ગામમાં ઓઇલ અને રાઇસ મિલોનું પ્રમાણ નોંધપાત્ર હતું. જેથી શેઠિયા પણ ખરાં. નાના તે વખતે આખા ગામમાં એકમાત્ર સોની હતાં. ઉત્તમ કારીગર પણ ખરા. તેમની કારીગરી ગામમાં ખૂબ વખણાતી થઇ. ત્યાં સુધી કે મારવાડીઓ અમારી દુકાને 100 તોલા સોનું ઘરેણા માટે એડવાન્સમાં મૂકી જતાં હતાં. તે ભારેખમ ઘરેણાં આજે મારા મામાની દુકાને ભંગાવવા માટે આવે છે ત્યારે તેના માલિકો મામાનાં દીકરાને ગર્વથી કહે છે કે આ સેટ તમારા દાદાએ બનાવ્યો હતો, હજુ એમનો એમ જ છે. મામાનો દીકરો કહેતો હોય છે કે તે સેટ એટલો ભવ્ય લાગતો હોય છે કે તેને જોઇને ભાંગવાનું મન ન થાય! મહાસમુંદમાં મમ્મી સહીત છ ભાઇ-બહેનનો પરિવાર હતો. જોકે હવે માત્ર સૌથી મોટા મામા જ ત્યાં રહે છે, બાકી બધાનાં પરિવારો ગુજરાતમાં પરત ફર્યા છે.
![]() |
| મારા મમ્મી: પારસબેન |
વર્જિન જંગલોનાં રાજ્ય તરીકે જાણીતાં છત્તીસગઢનાં મહાસમુંદ નગરમાં આજથી 50 વર્ષ પહેલાં પાદરથી જ જંગલો શરૂ થઇ જતાં. તેના લીધે જ મહાસમુંદની માર્કેટો આદિવાસી-છત્તીસગઢી લોકોથી ઉભરાતી. તેઓ જંગલની વિવિધ પ્રોડક્ટસ લઇને બજારોમાં બેસતાં. મમ્મી તેને યાદ કરીને કહે છે, છેલ્લે હું જ્યારે મહાસમુંદ ગઇ (33 વર્ષમાં ચારેક વખત જ ગયા છે) ત્યારે મેં જોયું કે તે વખતની ભવ્ય માર્કેટ હવે નથી રહી. પહેલાં છત્તીસગઢી લોકો પાંદડાની અંદર લીલી ચારોળી લઇને બેસતાં. અમે તેને ખાતા અને પછી તેનાં ઠળિયાને ફોડીને તેની અંદરનું ફળ પણ ખાતાં. શેતુરથી પણ માર્કેટો છલકાતી. એવા કેટલાય ફળ અને શાક આવતાં જે આજે અદ્રશ્ય થઇ ગયા છે. તેંદુ નામની વસ્તુ પણ અમે ખાતાં. મેં તેને અંબાજીમાં એક વખત જોઇ હતી. ગામને પાદરે પહેલાં જંગલો જોવા મળતાં, હવે મકાનો થઇ ગયા છે.
મહાસમુંદમાં તહેવારો પણ ઠીકઠીક પ્રમાણમાં ઉજવાતાં. રથયાત્રાનાં દિવસે એક જ રથ આખા ગામમાં ફરે, તો ગણપિત ઉત્સવ પણ લોકો ઉજવતાં. અહીંની દશેરા ખાસ હોય છે કારણ કે લોકો તે દિવસે ગામનાં મેદાનમાં ભેગા મળીને પતંગ ચગાવે છે. બીજી રીતે કહીએ તો આપણી ધાબા ઉત્તરાયણ કરતાં તદ્દન અલગ રીતે અને અલગ સમયે ત્યાં પતંગ ચગાવાય છે. તે સમયે છત્તીસગઢી સ્ત્રીઓનો પહેરવેશ એકમાત્ર સાડી જ હતો. અમારા ઘેર આવતાં કામવાળા બહેન પણ આ પરંપરાગત છત્તીસગઢી સાડી લપેટીને જ આવતાં. જોકે હવે નવી પેઢીએ સમય પ્રમાણે પોતાનાં વેશ બદલ્યા છે. છત્તીસગઢી પુરુષો પણ લુંગી કે ચડ્ડી લપેટીને ફરતાં હોય. તે લોકોમાં ગરીબી ખૂબ છે. હજુ પણ તે લોકો ગામમાં પગરીક્ષા ફેરવતાં કે મજૂરી કરતાં જોવા મળે છે.
ગામમાં લગભગ દરેક ઘરમાં વચ્ચે કૂવો હોય. ચોમાસામાં આ કૂવા આપોઆપ છલકાય જાય છે. ગત ચોમાસામાં જ કૂવો છલકાયો છે તેમ જાણવા મળ્યું હતું.
બીજા પ્રદેશ કે દેશમાં રહેતા ગુજરાતીઓ માટે ગુજરાત જેટલું નજીક રહેતું તેટલું જ મારા નાના માટે. તેમણે મારા ત્રણેય મામા, બે માસી અને મમ્મી સહિત તમામનાં લગ્ન દેશમાં (સૌરાષ્ટ્ર)માં જ કરાવ્યા. અહીંથી જન્મભૂમિ છાપું સબસ્ક્રાઇબ કરાવ્યું હતું. સમાજનાં મુખપત્રથી પણ ત્યાં અવગત રહેતાં હતાં. લગ્નમાં જ્યારે ઘર બંધ કરીને ગુજરાત આવવાનું થાય ત્યારે દાદા દુકાન અને ઘરમાં પડેલું બધું 200-300 તોલા સોનું પડોશમાં રહેતાં પોતાનાં મુસ્લિમ મિત્ર જમાલબાપાને ત્યાં સાચવવા માટે આપીને આવતાં હતાં. મમ્મી તેમને જમાલબાપા ભલે કહે પરંતુ કદાચ, નાના માટે તો તે 'જમાલ્યો' જ હશે, અને તે જમાલ્યા પર તેમને પૂરો ભરોસો હતો કે 300 તોલા સોનું મૂકીને તે નિશ્ચિંત બની દેશ આવતાં!
ચારેય ભાઇ-બહેનમાં માત્ર મોટી બહેનને જ ત્યાં જવાનો મેળ પડ્યો છે. દેશમાં આ પ્રદેશમાં આજે પણ સૌથી વધુ જંગલો છે, વર્જિન જંગલો છે. હા, આ રાજ્યનો 40 ટકા હિસ્સો જંગલોથી ઢંકાયેલો છે. તે અભડાય તે પહેલાં ત્યાં જવા ઇચ્છું છું. અનિલ ગુપ્તાની શોધયાત્રા છત્તીસગઢ ગઇ ત્યારે પણ જવાનું મન બનાવ્યું હતું. પરતું....!
કદાચ, આ લેખ પડ્યો પડ્યો મને ત્યાં જવાની યાદ અપાવતો રહેશે. બની શકે ખૂબ જ જલદી હું ત્યાંના જંગલો ખૂંદતો હોવું?
ચારેય ભાઇ-બહેનમાં માત્ર મોટી બહેનને જ ત્યાં જવાનો મેળ પડ્યો છે. દેશમાં આ પ્રદેશમાં આજે પણ સૌથી વધુ જંગલો છે, વર્જિન જંગલો છે. હા, આ રાજ્યનો 40 ટકા હિસ્સો જંગલોથી ઢંકાયેલો છે. તે અભડાય તે પહેલાં ત્યાં જવા ઇચ્છું છું. અનિલ ગુપ્તાની શોધયાત્રા છત્તીસગઢ ગઇ ત્યારે પણ જવાનું મન બનાવ્યું હતું. પરતું....!
કદાચ, આ લેખ પડ્યો પડ્યો મને ત્યાં જવાની યાદ અપાવતો રહેશે. બની શકે ખૂબ જ જલદી હું ત્યાંના જંગલો ખૂંદતો હોવું?


અભિનંદન અને સ્વાગત,વિશાલ! બહુ સરસ પોસ્ટ. મહાસમુંદ જવાનું ગોઠવવું જ પડે એવું મસ્ત વર્ણન છે. તારી કલમનો લાભ અહીં નિયમીત મળત રહેશે એનો આનંદ છે.
ReplyDeleteદોસ્ત વિશાલ, બ્લોગ જગતમાં તારૂં સ્વાગત છે...ખરેખર વાંચવાની મજા આવી ગઈ...સમયાંતરે નીતનવા વિષયો પર કંઈક નોખું-અનોખું વાંચવા મળતું રહેશે એવી અપેક્ષા સહ પહેલી પોસ્ટ માટે અભિનંદન...
ReplyDeleteબિરેનભાઇ અને પરૂન, આભાર.
ReplyDeleteસરસ કામ થયું. બ્લોગનું અને પોસ્ટનું પણ. હવે નિયમિત લખાતું રહે એવી આશા અને શુભેચ્છા.
ReplyDeleteશુભેચ્છા માટે આભાર. નિયમિત રહેવાનો પ્રયત્ન ચોક્કસ રહેશે.
Deletecongrts.....pl. read my today's article in KALASH in which i mentioned that 84 year old Prof. Sumant Naik has written a book on his experience and people who met, about his professional-personal life.
ReplyDeleteસર, લેખ વાંચ્યો. આવતાં અંક માટે રાહ જોઇશું. ખાસ કરીને પેલા હૃદય વલોવી નાંખનારા પ્રસંગો માટે...
Deleteઅભિનંદન... લેખ ગમ્યો.
ReplyDeleteબ્લૉગવિશ્વમાં સ્વાગત છે. લખતાં રહેજો.
ReplyDeleteસરસ વિશાલ, ધમાકેદાર એન્ટ્રી...
ReplyDeleteabhinandan.....
ReplyDeleteabhinandan
ReplyDeleteBlog nu nam bahu sundar rakhyu 6e... Blog mate Abhinandan!!
ReplyDeleteTari Post vishe ni amari sambhavit comment nu te heading banavi nakhyu 6e, etale vishek kai kahevanu bachatu nathi!! Bolg sharu karava jevu prerak kam karyu e bahu gamyu!!
ReplyDeleteબ્લોગનું નામ અને કામ બન્ને રસપ્રદ છે. ને છતિશગઢના જંગલો જોવામાં આપણને પણ રસ ખરો..
ReplyDeleteઆભાર લલિત. છત્તીસગઢ માટેની ઇન્ક્વાયરીઓ શરૂ થઇ ગઇ છે. લાગે છે કે બસ ઊપાડવી પડશે!
Deleteઅભિનંદન, કંઈક નોખું-અનોખું વાંચવા મળતું રહેશે એવી અપેક્ષા સહ
ReplyDeleteલખી નાખ મોટા તું લખી નાખ, તારી કલમમાં ઘણું જોર છે અને તારા વિચારોમાં અદભૂત દ્રષ્ટિ છે એ તું લખીશ ત્યારે જ લોકો ઓળખશે, એ મને ખબર છે, જીવનનો એક જ ધ્યેય રાખ કે લખતા અટકતો નહીં, અચકાતો નહીં.........Congrats for everything
ReplyDeleteJigneSh Dave
વિશાલ,બ્લોગનો શુભારંભ કરવાં માટે અભિનંદન...અમને પણ જંગલો ખૂંદવા લઇ જજે...અહીં તો ઉમાશંકર જોષી યાદ આવે -
ReplyDeleteભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,. જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,. રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
Thank you, all.
ReplyDeleteવાહ દોસ્ત... અભિનન્દન..
ReplyDeleteરસાળ...
તને લખતાં તો આવડે જ છે ... લખતો રહેજે ... અને હા , આ જોડાક્ષરો તૂટવાનું કારણ શોધીને નિરાકરણ લાવ ... વાચકોના વાંચનરસનો ભંગ થાય છે :)
ReplyDeletepranavadhyaru